Archive | જ્ઞાન RSS feed for this section

શબ્દાતીત

આપણે શબ્દોને વધારે પડતું મહત્વ આપીએ છીએ અને એની સાથે આસક્ત થઈએ છીએ, એટલે શબ્દાતીત તરફ જવાતું નથી અને વાણી દ્વારા શબ્દોની રમતમાં જ આપણું જીવન પસાર થઈ જાય છે. પૂરતા જાગીએ તો શબ્દની આરપાર પહોંચાય.

આચરણ

આપણે ગમે તેવા મોટા વિદ્વાન હોઈએ પણ જીવનમાં આચરણ નહિ હોય તો પ્રશ્નો અને ફરિયાદો રહેવાનાં જ. વર્તમાનમાં સમગ્ર ભાવે જોઈએ અને સાંભળીએ તો યોગ્ય આચરણ સ્વયં થયા કરે છે. હકીકતમાં આચરણ સ્વજ્ઞાનથી જ અમલમાં મુકાય છે.

દ્વંદ્વ

દ્વંદ્વોથી પર ગયા વિના કદી સ્વજ્ઞાન થાય નહિ. અવગુણોને વિરોધાભાસી વૃત્તિઓને પોષણ નહિ મળવાથી ધીરે ધીરે વાતાવરણ યોગ્ય અને સ્થિર બનતું જાય છે. આવો અનુભવ સ્વરૂપમાં રહેવાથી થાય છે. ભીતરમાં શાંતિ અને ખામોશી પણ જન્મે છે.

જ્ઞાતવિસર્જન

સત્ય હંમેશાં નિરપેક્ષ હોય છે. આખું જીવન આપણે જ્ઞાતમાં જીવીએ છીએ તેના કારણે ભાગલા પડવાના અને બુદ્ધિના તર્કથી ચર્ચાઓ ચાલ્યા કરવાની. જીવન વ્યાખ્યાઓમાં જ ખોવાઈ જવાનું. જ્ઞાત અને અજ્ઞાતથી જે પર જીવન છે એને અનુભવીએ તો જ જીવનના સૌંદર્યને પામી શકીએ.

આંતરિક સંઘર્ષ અને દોડધામ

જીવનમાં આર્થિક પાસાને વધારે મહત્વ આપવાથી જીવનની સમતુલા અને સંવાદિતા ચાલી જાય છે અને સમગ્ર જીવનમાં અસહજતા આવે છે.

આપણી જરૂરિયાત કરતાં વધારે પડતા પૈસાનું ઉપાર્જન માનસિક રીતે ઘણાં દુઃખો અને ભયને જન્મ આપે છે. ઝઘડાના મૂળમાં જીવનનો પ્રવેશ થતાં જ જીવનભર કલેશ, પરિતાપ અને ઝઘડાઓ ચાલ્યા કરે છે.

Read More…

કોઈ પણ આધાર વિના અડીખમ જીવીએ

આપણને શારીરિક-માનસિક દર્દ આવે અને પીડા થાય તો ડૉક્ટર કે વૈદ્યનો આધાર લઈએ છીએ અને દવાનો પણ આધાર લઈએ છીએ. ભય લાગતો હોય ત્યારે કાયદાનો આધાર લઈએ છીએ પણ આધાર સાથે આસક્ત થઈ જવાથી દુઃખ અને ભય જીવનભર રહે છે. કારણ કે આધાર આપણી આદત બની જાય છે. એના સિવાય આપણને ચાલતું નથી અ ડૉક્ટરો કે વકીલો બદલ્યા કરીએ છીએ.

Read More…

સલામતી ને અસલામતી બન્ને ચિત્તલક્ષી

જ્યારે આપણે સલામતી શોધીએ છીએ ત્યારે અસલામત હોઈએ છીએ. તેથી જ સારું જીવન સલામતી શોધતા રહીએ છીએ અને પછી તો આખું જીવન સલામતી શોધવામાં જ પૂરું થઈ જાય છે. પણ સલામતી મળતી નથી, કેમ ? કારણ કે આ તો આપણી અસમજના લીધે આપણે જાતે વિભાગો પાડ્યા છે. આ સત્ય નથી જ. સાપેક્ષ સત્ય છે, બાહ્ય સત્ય છે.

Read More…

સ્વજ્ઞાન થાય તો શબ્દોથી પર ઉઠાય

આપણે પોતે ભૂતકાળ છીએ. સીમિત છીએ. ઉપલક જીવન જીવીએ છીએ. અને સ્વ-જ્ઞાન નહિ હોવાથી જીવનમાં કંટાળો અને સુખદુઃખ અનુભવીએ છીએ.

આપણી પાસે જ માહિતીજ્ઞાન હોય છે એ સમય જતાં બોજારૂપ બને છે અને જીવન ભારરૂપ લાગે છે.

Read More…

દુઃખને સમજો, સુખ આવશે

આપણે દુઃખને રડ્યા કરીએ છીએ. એટલે દુઃખી વધારે થઈએ છીએ. પણ દુઃખને હૃદયથી સ્વીકારી, સમજીશું તો સુખ આવશે.

દેખીતી સરળ વાત છે કે અંધકાર જાય તો જ પ્રકાશ આવે. હિંસાને સમજીશું તો જ અહિંસાનો મહિમા પામી શકીશું એ જ રીતે અશાંતિને સમજીશું તો શાંતિ આવશે. શાંત બનશું.

Read More…

જ્ઞાત-અજ્ઞાત

અત્યારે આપણે જ્ઞાતમાં જીવીએ છીએ કે અજ્ઞાતમાં, એ આપણે નક્કી કરવાનું છે. જો અત્યારે જ્ઞાતમાં જીવતા હોઈશું તો પછી પણ જ્ઞાતમાં જ જીવવાના અને અત્યારે અજ્ઞાતમાં જીવતા હોઈશું તો જીવનભર અજ્ઞાતમાં જ જીવવાના.

Read More…