Archive | ધર્મ RSS feed for this section

ઈશ્વરનો સાક્ષાત્કાર

આત્મા એ જ પરમાત્મા. ઈશ્વરની શોધ બહાર ચાલે ત્યાં સુધી પ્રયત્નો, પ્રશ્નો અને નિષ્ફળતાની લાગણીઓ રહેવાની. આત્મા અને પરમાત્મા એક જ, અવિભાજ્ય છે. નિરંતર પ્રેમ અને કરુણા વહે એ જ ઈશ્વરનો સાક્ષાત્કાર.

ગુરુ

જે સ્થિરતમાં અને સહજતમાં જીવતો હોય એ કોઇને ગુરુ માનતો નથી કે બનવતોય નથી. અને જે ગુરુ બની બેસે છે તે સાચો ધાર્મિક નથી. ગુરુ સંપ્રદાય રચે છે અને પરંપરા ઊભી થાય છે. અંતે ગુરુ પોતે અને શિષ્યો પણ પરસ્પર બંધનમાં પડે છે.

ભક્તિ એટલે આંતરિક વિકાસ

કોઈ પણ કામ પોતાનું સમજીને કરવાથી આપણા જીવનમાં એકતા તથા ભક્તિ આવશે.

પોતાનું સમજીને કરવું એટલે સમગ્રભાવે કરવું. એથી આપણો આંતરિક વિકાસ થાય છે. આપણામાં બળ આવે છે. જીવન પ્રત્યે વિશ્ર્વાસ આવે છે. જીવન સંગીતમય બને છે.

Read More…