Archive | ધ્યાન RSS feed for this section

સમગ્રતા

સમગ્રતામાં જીવવું એ જ આપણા જીવનનો સાર છે, એ જ સાચું ધ્યાન છે, સાચું શિક્ષણ છે, સાચી સેવા છે, સાચી આંતરિક યાત્રા છે. આ યાત્રા આખું જીવન ચાલતી રહે છે અને પરિણામે આપણામાં શક્તિ, સ્ફૂર્તિ આવ્યા કરે છે.

જીવનનો સાર

વર્તમાનમાં રહેવું, એ જ સાચું અધ્યાત્મ છે, ધ્યાન છે, સમજ છે, એ જ આપણા જીવનનો સાર છે. નહિતર સત્યને સમજવાની પૂર્વ તૈયારીઓ કર્યા કરવાથી વર્તમાનનો ખોટો વ્યય જ થશે.

સંગ્રહ

સંગ્રહ એ જ સંઘર્ષ. આ વિવેકપૂર્વક સમજવાનું છે. વિવેકપૂર્વક જોવું એ ધ્યાન છે અને સમગ્રભાવે જોવું એ આચરણ છે, નહિતર કાયમ માટે સ્વરૂપથી બહાર રહી, ઔપચારિકતામાં જીવન વીતી જશે.

ફૂલ

એકધ્યાન બનીને આપણી ભીતર બેઠેલી કળીને આપણે ફૂલ સુધી ખીલવા દેતા જ નથી, આ આપણી મુસીબત છે. કારણ કે સમગ્ર જીવન બેધ્યાનપણામાં અને શુષ્ક વૈચારિકતામાં જ ખર્ચી નાંખીએ છીએ, અને છતાંય જીવનમાં સુગંધની આશા રાખીએ છીએ.

એકાંત

હૃદયની સમજ કેળવાય તો ભરી ભરી ભીડમાં પણ એકાંતનો અનુભવ થાય. એ જ સાચું ધ્યાન છે. હકીકતમાં ભર્યા ભર્યા જગતમાં આપણે એકલા જ છીએ. છતાં બાહ્ય અને આંતરિક રીતે સતત પ્રતિક્રિયા અને પ્રતિકાર કરીએ છીએ, એટલે એકાંત ખોવાઈ જાય છે. ભીતરના મૌન માટે એકાંત અદ્ભુત નિવાસસ્થાન છે.

સંવેદનશીલતા

તમે કદી નિરીક્ષણ કરો છો કે બેધ્યાનપણામાં વધારે બોલબોલ કરીએ છીએ કે ખાધા કરીએ છીએ, પછી તેનો પસ્તાવો પણ બેધ્યાનપણામાં જ કરતાં હોઈએ છીએ? આમ જડતામાં જીવન જિવાય છે અને સંવેદનશીલતા આવતી નથી. પછી બધા રોગો આપણી ઉપર ચઢી બેસે છે.

લેખન

એકાગ્ર બની લખવાથી ધ્યાન થઇ જાય છે. આ લેખન સહજ જીવન જીવવાથી જ ઉદભવે છે. પછી જીવવું અને લખવું એ બંને પૂરક બની જાય છે. જીવનનું સંશોધન આમ રોજ રોજ ચાલતું રહે છે અને સંશોધન મુક્તિ તરફ લઈ જય છે.

કમળની જેમ અલિપ્ત રહીએ

આ જગત આપણું પ્રતિબિંબ છે. આપણે હસીએ, તો સામેની વ્યક્તિ પણ હસશે. આપણે ગુસ્સે થઈશું, તો સામેથી વધારે ઉગ્ર ગુસ્સાની લાગણી વહેશે. ગાળો દઈશું તો ગાળો ખાવી પડશે.

Read More…

ભીતરમાં શાંતિ, તો બધું જ સંગીતમય

શાંતિથી બેસવાની આદત પાડીશું તો જીવનનું સંગીત સ્વયં સંભળાય છે. આ મારો અનુભવ છે.

ઘોંઘાટ રહેવાનો જ પણ એ ઘોંઘાટમાંથી આપણે શાંતિના પ્રદેશમાં જવાની આદત પાડીએ. તટસ્થ અને અલિપ્ત રહેવાય તો જરાય મુશ્કેલ નથી.

Read More…