Archive | સત્ય RSS feed for this section

મૌન

હંમેશાં સત્ય બોલવાથી વિચારોનો, વ્યર્થ પ્રયત્નોનો અંત આવે છે અને જીવનમાં મૌનની અનુભૂતિ થાય છે, પરિણામે જીવનમાં શાંતિ પ્રવેશે છે. હકીકતમાં મૌન અને શાંતિ એ આપણો સહજ સ્વભાવ છે, સ્વરૂપ છે.

જીવનનો સાર

વર્તમાનમાં રહેવું, એ જ સાચું અધ્યાત્મ છે, ધ્યાન છે, સમજ છે, એ જ આપણા જીવનનો સાર છે. નહિતર સત્યને સમજવાની પૂર્વ તૈયારીઓ કર્યા કરવાથી વર્તમાનનો ખોટો વ્યય જ થશે.

સાંભળવું એ સેવા

સત્યને સાંભળીશું તો આપણામાં સંવાદિતા આવશે અને શીતલતાની અનુભૂતિ થશે. તેથી જ સાંભળવું એ સાચી સેવા બની રહે છે. સત્યને સાંભળીશું તો નિર્ભય પણ બનીશું. પછી જીવનમાં કોઈ વ્યક્તિનો કે કશી વાતનો ભય નહિ લાગે. સત્ય અને સેવા પરસ્પર ગૂંથાયેલા છે, એ સમજીએ.

જ્ઞાતવિસર્જન

સત્ય હંમેશાં નિરપેક્ષ હોય છે. આખું જીવન આપણે જ્ઞાતમાં જીવીએ છીએ તેના કારણે ભાગલા પડવાના અને બુદ્ધિના તર્કથી ચર્ચાઓ ચાલ્યા કરવાની. જીવન વ્યાખ્યાઓમાં જ ખોવાઈ જવાનું. જ્ઞાત અને અજ્ઞાતથી જે પર જીવન છે એને અનુભવીએ તો જ જીવનના સૌંદર્યને પામી શકીએ.

કીર્તિ

કીર્તિ કે જશની આશા રાખવથી આપણે ભીતરની પરમ શાંતિથી વંચિત રહીએ છીએ અને સત્યથી પણ દૂર જઈએ છીએ. આમ કીર્તિની કે કશાયની આશ-ઇચ્છા જીવનમાં અવરોધરૂપ બને છે.

જીવનમાં તૃપ્તિની અનુભૂતિ

આપણું મન જો નિરંતર પ્રશ્નો અને ફરિયાદો કરતું રહેશે તો આપણી પાસે અઢળક સંપત્તિ અને બધાં ભૌતિક સુખો હસે તોપણ જીવનમાં તૃપ્તિનો અનુભવ નહીં થાય.

ક્યારેય નિરાંત કે આરામ જેવું નહીં લાગે એટલે વિચારીએ કે પ્રશ્નો અને ફરિયાદો આખરે કોણ કરે છે ? આપણું મન. આપણું મન શા માટે કાયમ પ્રશ્નો અને ફરિયાદો જ કરે છે, એ આપણે શોધી કાઢવું જોઈએ.

Read More…

સત્ય પામવાની કોઈ પદ્ધતિ નથી

સત્ય સમજવાની કોઈ રીત કે પદ્ધતિ નથી. ઊટલું, રીત અને પદ્ધતિ સત્ય સમજવામાં અવરોધ છે. છતાં આપણે રીત ને પદ્ધતિમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ અને તેના આધાર ઉપર સમગ્ર જીવન જીવીએ છીએ.

Read More…

પહેલાં પોતાની સાથે સહયોગ કરીએ

સત્ય સમજવામાં આપણી પોતાની જાત સાથે સહયોગ હોય તો સત્ય પામવાનું સહેલું બની જાય છે.

સહયોગ એટલે આપણો સાચો ભાવ, જીવન યોગ્ય ને પ્રામાણિક જીવવાનો આપણો સાચો ઈરાદો હોય તો આપણને પોતાની સાથે સહયોગ થાય છે.

Read More…

વિચારક એ જ વિચાર

જો આપણે વિચારોને વધારે મહત્વ આપીએ તો આપણા પોતાના સ્વભાવથી જુદા રહેવાય છે, કારણ કે વિચાર આપણાથી જુદો નથી. આનો અનુભવ યોગ્ય રીતે જીવન જીવવાથી થાય છે.

Read More…

સલામતી ને અસલામતી બન્ને ચિત્તલક્ષી

જ્યારે આપણે સલામતી શોધીએ છીએ ત્યારે અસલામત હોઈએ છીએ. તેથી જ સારું જીવન સલામતી શોધતા રહીએ છીએ અને પછી તો આખું જીવન સલામતી શોધવામાં જ પૂરું થઈ જાય છે. પણ સલામતી મળતી નથી, કેમ ? કારણ કે આ તો આપણી અસમજના લીધે આપણે જાતે વિભાગો પાડ્યા છે. આ સત્ય નથી જ. સાપેક્ષ સત્ય છે, બાહ્ય સત્ય છે.

Read More…