ઇચ્છાઓનો અંત, એ જ જીવનનો આરંભ

અનુભવે સમજાયું છે કે જીવનમાં ઇચ્છાઓ અને ટેવોનો અંત આવે ત્યારે જ સાચા જીવનનો આરંભ થાય છે. જીવન પ્રામાણિકપણે જીવીએ તો આ શક્ય છે. બધી જ વ્યક્તિઓ માટે સત્ય છે; સમગ્ર માનવજાત માટે શક્ય છે.

આ માટે જાગતા રહેવું જરૂરી છે. જાગતા રહીએ તો ટેવો અને ઇચ્છાઓથી પર ઉઠાય છે. પછી જીવનમાં રમી પણ શકાય છે અને તરી પણ શકાય છે.

ભીતરથી બહાર અને બહારથી ભીતર પણ આવી શકાય છે.

જીવનમાં પછી કોઈ બંધન લાગતું નથી. એટલે પવનની માફક મુક્ત રહી શકાય.

જીવન જીવવાની આ સાચી કળા છે. આટલી વાત સમજાય તો બે ટંક ભોજન મળે તોય એ સાચો ધનવાન કહેવાય. હકીકતમાં, આ જ આપણા જીવનનો હેતુ છે.

Tags: ,