જીવનનું પુસ્તક વાંચવાથી અહમ્ ઓગળે

મારો અનુભવ છે કે જીવનનું પુસ્તક વાંચવાથી હુંપણું ઓગળી જાય છે અને રોજ પુનઃજીવનની શરૂઆત થાય છે.

સહજ જીવનમાં અહમ્ ને કોઈ સ્થાન નથી. સહજ જીવન જીવીએ તો અખંડ ધ્યાન છે.

ધ્યાન એટલે હૃદયની સમજ. સવારથી સાંજ સુધી જીવનને મહત્વ આપીએ તો ધીમે ધીમે સુખદુઃખ, રાગદ્વેષ, ગમોઅણગમો, જીવનમરણ આ બધાની પારદર્શક સમજ વિકસે. સમગ્રતામાં જિવાય અને શાંતિ તથા આનંદની અનુભૂતિ થાય.

જીવનમાં આધારોનો અંત આવે. બળ શક્તિ અને વિશ્વાસ ભીતરમાં જ જન્મે પછી દરેક વ્યક્તિ પ્રત્યે આદરભાવ જાગે અને જાતની તુલના અને રાગદ્વેષમાંથી મુક્ત થવાય.

વર્તમાનમાં જીવન જીવવાનો આરંભ અને અનુભવ થાય એટલે જીવનમાં જ જન્મે પછી દરેક વ્યક્તિ પ્રત્યે આદરભાવ જાગે અને જાતની તુલના અને રાગદ્વેષમાંથી મુક્ત થવાય.

વર્તમાનમાં જીવન જીવવાનો આરંભ અને અનુભવ થાય એટલે જીવનમાં સંતુલન આવે. જીવન સ્વયં આપણી સમક્ષ ખુલ્લું થતું જાય. પછી આપણા પોતાના કુટુંબમાં કે ઘરમાં કોઈ વ્યક્તિને ઓછું કે વધારે મહત્વ આપવાનું બને નહીં. એમ બને તો ભેદભાવ જન્મે અને સત્યથી વિમુખ થવાય.

વર્તમાનમાં જોતાં અને જીવતાં આવડી જાય તો બધું અજ્ઞાન ખરવા માંડે અને જીવનમાં વિશાળતા આવે, અહમ્ રહે જ નહીં.

શરૂઆત આપણે પોતાનાથી કરવાની છે. આરંભ એ જ અંત. પહેલું પગલું એ જ છેલ્લું પગલું !

Tags: ,