જીવનને સમજવા માટે સંવેદનશીલતા જોઈએ

કોઈપણ વ્યક્તિ સાથે તર્ક અને દલીલો કરવાથી પોતાની જાત સાથે અવધાન આવતું નથી. ઊલટું, જીવનમાં જડત્વ આવે છે અને જડતાને કારણે જીવનનાં રહસ્યો ઉકેલાતાં નથી.

હકીકતમાં જીવનને સમજવા માટે સાચી પ્રામાણિકતા સાથે સંવેદનશીલતા જોઈએ. આપણી સંવેદનશીલતા જેલટી તીવ્ર હશે એટલી વિશાળતા તરફ આપણી ગતિ થશે.

આટલું સમજાય તો બધી દલીલો અને વાદવિવાદનો અંત આવે. અહમ્ નો અંત આવે. શાંતિ અને મુક્તિનો અનુભવ થાય અને મનની ક્ષિતિજોની પણ પાર પહોંચાય.

જીવન નવું તથા ગતિશીલ હોવાથી, હંમેશાં શક્તિ અને સ્ફૂર્તિ ટકી રહે છે. થાક લાગતો નથી. કંટાળો પણ આવતો નથી.

આવો અનુભવ કરવો એ સ્વયં અદ્ભુત વાત છે.

વિશાળતા તરફ ગતિ થાય તો જ જીવનમાં નવીનતા આવે.

Tags: