દુઃખને સમજો, સુખ આવશે

આપણે દુઃખને રડ્યા કરીએ છીએ. એટલે દુઃખી વધારે થઈએ છીએ. પણ દુઃખને હૃદયથી સ્વીકારી, સમજીશું તો સુખ આવશે.

દેખીતી સરળ વાત છે કે અંધકાર જાય તો જ પ્રકાશ આવે. હિંસાને સમજીશું તો જ અહિંસાનો મહિમા પામી શકીશું એ જ રીતે અશાંતિને સમજીશું તો શાંતિ આવશે. શાંત બનશું.

જીવન જેવું છે એવું સ્વીકારીને જીવવાને બદલે જો જ્ઞાન-અજ્ઞાનની વાતોમાં ખોવાઈ જઈશું તો એ મનની છટકબારી છે, એટલું સમજી લઈએ.

વર્તમાનમાં અવધાનપૂર્વક જોવું, એ જ આચરણ છે. ખરેખર તો જોવું એ જ દર્શન છે. ‘હું’ પણાને પોષણ મળે, એવી વાતોથી ‘હું’ મોટો થાય છે અને આ બધું બેધ્યાનમાં થવાથી જીવનમાં જડતા પ્રવેશે છે.

આપણે સારા જીવન દરમિયાન, ચર્ચાઓ અને વ્યાખ્યાઓમાંથી જ ઊંચા ન આવીએ તો જીવન કદી ઊઘડશે નહીં.

Tags: , ,