મનનો ઉપયોગ જેવો કરવો હોય એવો થાય

આપણે બીજાઓને દુઃખ આપીશું તો આપણા જીવનમાં પણ દુઃખ આવશે. પણ બીજાને સુખ પહોંચાડીશું, તો આપણે સ્વયં સુખી અને શાંત થઈશું.

હકીકતમાં આપણે અને બીજા, એવું છે જ નહીં, આપણે બીજાથી જુદા નથી. અસમજને લીધે જુદા છીએ. એટલે આપણે જ આપણા મિત્ર અને શત્રુ છીએ.

એક વાત નક્કી સમજવા જેવી છે કે આપણે આપણા મનનો ઉપયોગ જેવો કરવો હોય તેવો થઈ શકે. જેમ ચપ્પુનો ઉપયોગ શાકભાજી સમારવામાં થઈ શકે તો કોઈને ગંભીર ઈજા પહોંચાડવામાં પણ થઈ શકે.

આપણા જ હાથની વાત છે કે મનનો ઉપયોગ આપણે કેવો કરવો. એ માટે આપણે સાવ સ્વતંત્ર છીએ.

હા આપણો વિવેક હંમેશાં જાગતો રહે, એ જરૂરી છે.

Tags: ,