ભીતરમાં શાંતિ, તો બધું જ સંગીતમય

શાંતિથી બેસવાની આદત પાડીશું તો જીવનનું સંગીત સ્વયં સંભળાય છે. આ મારો અનુભવ છે.

ઘોંઘાટ રહેવાનો જ પણ એ ઘોંઘાટમાંથી આપણે શાંતિના પ્રદેશમાં જવાની આદત પાડીએ. તટસ્થ અને અલિપ્ત રહેવાય તો જરાય મુશ્કેલ નથી.

ઘોંઘાટ અકુદરતી છે, સંગીત સહજ, કુદરતી છે, કુદરતનું સંગીત સાંભળીશું તો ભીતરમાં ધ્યાન થઈ જશે. પછી તો પશુ-પક્ષી, વાહનો – ટોળાંની ચહલપહલ બધું જ સંગીત રૂપે સાંભળી શકીશું.

આ માટે સમગ્ર રીતે જોવું જરૂરી છે. સમગ્ર સાથે સંબંધ થવાથઈ એકતા આવે છે અને જીવનનું દર્શન થાય છે. પછી કોઈની સાથે કશો ભેદભાવ રહેતો નથી.

જીવનનો આ જ હેતુ છે. એટલે એકબીજાનો ઉપયોગ કરવાનું ટાળીએ, આગ્રહો પણ ન રાખીએ.

આ સમજવું એ સાચું શિક્ષણ છે, સાચું દર્શન છે.

Tags: ,