સમગ્રમાં જીવીએ તો જ સલામતી

આ જગતમાં કોઈ સલામતી નથી. સલામતીની શોધમાં સારું જીવન વેડફાય છે. સલામતી એટલે આધાર અને આધાર એટલે બીજો. બીજો પ્રવેશે, એ જ અહમ્.

અહમ્ એટલે પડછાયો. કેવળ કલ્પના. બીજાપણાનો ભાવ દૂર થાય અને બીજો રહે જ નહિ, એટલું હૃદયથી સમજીએ. એ ધ્યાન છે. સમજ એ જ ધ્યાન. સમજ એ જ સલામતી.

સમગ્રમાં જીવીએ તો કોઈ દુઃખ કે ભયનું અસ્તિત્વ રહેતું નથી અને શબ્દોથી પણ ઉપર ઉઠાય છે, પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, સલામતી જ સલામતી હિમાલયમાં ક્યાં સલામતી છે ? સાધુ થઈ જવામાં પણ ક્યાં સલામતી છે ?

આ અનુભવ કરવો અને સમગ્ર સમજ વિકસાવી, સત્યનાં દર્શન કરવાં એ અદ્ભુત વાત છે.

Tags: , , ,