આપણે મુક્ત છીએ જ

આપણે મુક્ત છીએ જ પણ માનસિક રીતે સતત અધીરા બનીને પ્રય્ત્નો કરીએ છીએ એટલે મુક્ત અવસ્થના અનુભવને લંબવીએ છીએ.

સમગ્ર જીવન દરમિયાન મુક્તિ કેવી સૌમ્ય, શાંત અને પરમ આનંદ્પૂર્ણ છે, એ ભીતરથી અનુભવી શક્તા નથી.

મુક્ત થવા માટે જેટલો વધરે પ્રયાસ કરીએ તેટલા મુક્ત સ્વરૂપથી દૂર જવાય છે. આ હકીકત છે, સત્ય છે.

આપણે મુક્ત થવું જ નથી અને થવું હોય તો સ્વતંત્ર છીએ. કૉઈ રોકી શકે એમ નથી. આપણા જ હાથની વાત છે.

સંસારમાં અન્ય ચીજો મેળવવા માટે પ્રયત્ન કરવો પડે, પણ મુક્તિ માટે પ્રયત્ન કર્યા કરવો એ પાગલપન છે. કારણકે પ્રયત્ન એટલે અપેક્ષા, બદલો, ફળની ઇચ્છા. અને આ પ્રયત્ન જ આપણને આપણા સ્વરૂપથી, મુક્ત અવસ્થાથી જુદા રાખે છે.

બેહોશીમાં અતિ પ્રયત્નશીલ રહેવાથી આપણે બીજાથી પણ જુદા પડીએ છીએ. એકતાનો અનુભવ થતો નથી.

એકતા વગર મુક્તિ શક્ય નથી,એટલા માટે આપણને મુક્તિ અશક્ય લાગે છે. હકીકતમાં કશું જ અશક્ય નથી. આપણને સાચી ભૂખ હોય, તીવ્ર તાલાવેલી હોય, પ્રમણિક ઇરાદો હોય તો આપણે તુર્ત જ મુક્ત છીએ, એવો આંતરિક અનુભવ થશે.

શબ્દોને વધું પડતું મહત્વ આપવા આપણે ટેવાઇ ગયા છે. આપણે શબ્દોને જ વળગી રહીએ છીએ. દુઃખી છીએ એમ માનીએ એટલે સુખી થવા ઉધામા કરીએ, હિંસક છીએ એમ લાગે એટલે અહિંસક બનવા પ્રય્ત્નો કરીએ.

સમગ્ર જીવન આવા પ્રયસોમાં જ પસાર થઈ જાય છે. ભીતરમાં ખાલીપણું છે અને અજ્ઞાનતનું આવરણ છે એટલે ભૌતિક સુખો માટે નિરંતર પ્રયાસોમાં શક્તિ ખર્ચી નાંખીએ છીએ.

મુક્ત નહીં થવામાં કે એવો અનુભવ કરવામાં આપણે પોતે જ જવાબદાર છીએ અને આપણે પોતાની જાતને અન્યાય કરીએ છીએ.

આ વાત ઊડાણથી સમજીએ.

Tags: