ત્યાગ

ત્યાગ કરવો પડે એ ત્યાગ નથી. ત્યાગ સહજ રીતે થઈ જાય. બીજાને મદદ કે સહાય કરીએ ત્યારે એનો સતત ખ્યાલ રહે તો જુદા પડાય, કારણ કે આંતરિક રીતે આપણે, સહાય કરનારા મહત્વના રહીએ છીએ. આ વાતને સમગ્રભાવે જોઈશું તો ત્યાગનું મૂળ પ્રેમ અને કરુણામાં છે એ સમજાશે.

Tags: , ,