મજા-પીડા

મજા પછી પીડા આવવાનું કારણ શું ? કારણ કે આપણે કર્તા-ભોક્તા બનીએ છીએ. મજા અને પીડાથી ઉપર ઊઠીએ તો સહજ આનંદનો અનુભવ થાય. આ સહજાનંદ શાશ્વત છે. ઊંઘમાંથી જાગીએ અને વિવેકને જાગૃત કરીએ તો સહજ આનંદ અનાયાસ અનુભવી શકીએ.

Tags: , , , ,