વર્તમાનમાં રહેવું, એ જ સાચું અધ્યાત્મ છે, ધ્યાન છે, સમજ છે, એ જ આપણા જીવનનો સાર છે. નહિતર સત્યને સમજવાની પૂર્વ તૈયારીઓ કર્યા કરવાથી વર્તમાનનો ખોટો વ્યય જ થશે.
વિચારક એ જ વિચાર
જો આપણે વિચારોને વધારે મહત્વ આપીએ તો આપણા પોતાના સ્વભાવથી જુદા રહેવાય છે, કારણ કે વિચાર આપણાથી જુદો નથી. આનો અનુભવ યોગ્ય રીતે જીવન જીવવાથી થાય છે.