Tag Archives: અહમ

લાભ-નુકસાન

જીવનને લાગેવળગે છે ત્યાં સુધી ગણિત એટલે ગૂંચવાડો. ગણિતનું યોગ્ય મહત્વ છે; પણ આપણે એની સાથે એકરૂપ અને આસક્ત થઈ જઈએ છીએ અને અહમની રમત શરૂ થઈ જાય છે, પછી લાભ અને નુકસાનના ગણિતમાં ગૂંચવાડો ન થાય તો જ નવાઈ!

જાહેરમાં આવવું

જાહેરમાં આવવું એટલે આપણા અહમનો વિસ્તાર કરવો. જાહેરમાં આવવાનો પ્રયત્ન કરવાથી આંતરિક રીતે પાછા પડાય તથા નાના પણ બની જવાય. આ વાત વિવેકપૂર્વક જોવાથી આપણામાં સહજતા, સરળતા આવશે.

પહેલાં પોતાની સાથે સહયોગ કરીએ

સત્ય સમજવામાં આપણી પોતાની જાત સાથે સહયોગ હોય તો સત્ય પામવાનું સહેલું બની જાય છે.

સહયોગ એટલે આપણો સાચો ભાવ, જીવન યોગ્ય ને પ્રામાણિક જીવવાનો આપણો સાચો ઈરાદો હોય તો આપણને પોતાની સાથે સહયોગ થાય છે.

Read More…