Tag Archives: કર્તા-ભોક્તા

મજા-પીડા

મજા પછી પીડા આવવાનું કારણ શું ? કારણ કે આપણે કર્તા-ભોક્તા બનીએ છીએ. મજા અને પીડાથી ઉપર ઊઠીએ તો સહજ આનંદનો અનુભવ થાય. આ સહજાનંદ શાશ્વત છે. ઊંઘમાંથી જાગીએ અને વિવેકને જાગૃત કરીએ તો સહજ આનંદ અનાયાસ અનુભવી શકીએ.

કર્તા-ભોક્તા

આપણે કર્તા-ભોક્તા રહીએ છીએ એટલે સારુંય જીવન ખંડોમાં પસાર થાય છે. ખરેખર તો જીવન અખંડ છે, પણ આપણે એને ખંડોમાં વહેંચ્યા સિવાય જીવી શકતાં નથી, એટલે માનસિક શાંતિ કે આનંદ અનુભવાતાં નથી. સમગ્ર, અખંડ દર્શન કરીશું તો આ વાત સમજાશે.

ધીરજ

કહેવતની સાવ સાચી છે કે ધીરજનાં ફળ મીઠાં. કર્તા-ભોક્તા બનવાથી કાચું કપાઈ જાય છે અને તેમાં કુદરતી મીઠાશ આવતી નથી. આપણે દરેક વાતમાં ઉતાવળા અને અધીરા થઈ જઈએ છીએ એટલે કડવાશ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ વગેરે દિન-પ્રતિદિન વધતાં જાય છે. ધીરજમાં માનસિક સમય પણ ઓગળી જાય છે.