આંતરિક ક્રાંતિ થયા વિના અખંડ તરફ યાત્રાની શરૂઆત થતી નથી. આપણે ઘણુંખરું પરંપરાવશ બનીને ગોળ ગોળ ચક્રમાં ફર્યા કરીએ છીએ. આપણી તાલાવેલી હોય તો આંતરિક ક્રાંતિ ક્ષણમાં જ થાય.
પુનરાવર્તન
જીવનમાં એકની એક વાતનું પુનરાવર્તન કરવાથી આપણે સંવેદનશીલતા ગુમાવીએ છીએ. હંમેશાં ગોળ ગોળ ચક્રમાં એકધારું જીવન વીતે ચે. આ પુરનરાવર્તનને સમજીને ઓળંગીશું તો જીવનમાં આંતરિક ક્રાંતિનો આરંભ થશે અને જીવનની પળેપળ નૂતન લાગશે.
આરંભ એ જ અંત
આપણા જીવનમાં આંતરિક રીતે ક્રાંતિની શરૂઆત થતી નથી, કારણ કે આપણી એ માટેની માનસિક તૈયારી હોતી નથી અને સમગ્ર જીવન કલ્પનામાં જિવાય છે. એટલે સંઘર્ષનો અંત પણ આવતો નથી.