Tag Archives: ભય

આરંભ

જીવન જીવવાનો ખરેખરો આરંભ ભય અને સંઘર્ષમાંથી મુક્ત થવાય તો જ થાય. પરસ્પર એકબીજાના આધાર ઉપર આપણે જીવવા ટેવાઈ ગયા છીએ એટલે ભય અને સંઘર્ષ જન્મે છે. આ વાત સમગ્રભાવે જોવાથી માનસિક આધારોનો અંત આવશે અને જીવનનો આરંભ થશે.

સાંભળવું એ સેવા

સત્યને સાંભળીશું તો આપણામાં સંવાદિતા આવશે અને શીતલતાની અનુભૂતિ થશે. તેથી જ સાંભળવું એ સાચી સેવા બની રહે છે. સત્યને સાંભળીશું તો નિર્ભય પણ બનીશું. પછી જીવનમાં કોઈ વ્યક્તિનો કે કશી વાતનો ભય નહિ લાગે. સત્ય અને સેવા પરસ્પર ગૂંથાયેલા છે, એ સમજીએ.

ભય

અસલામતીનો ભય એ મોટામાં મોટો ભય છે. શારીરિક સલામતીનું યોગ્ય મહત્વ છે, પણ આપણે મનથી સલામતી શોધીએ છીએ ત્યારે જ વધારે અસલામત થઈએ છીએ. હકીકતમાં, સલામતી કે અસલામતી બાહ્ય છે, શબ્દો છે, દ્વંદ્વ છે, આ સમજ ખીલશે તો ભય કાયમ માટે દૂર થશે.

આધારનો અંત, જીવનનો આરંભ

માનસિક રીતે આધારોનો અંત આવે ત્યારે જ જીવનનો આરંભ થાય છે અને આંતરિક મુક્તિ તરફ આપણી ગતી થાય છે.

આ આપણા જ હાથની વાત છે. આપણને સાચી ભૂખ અને તાલાવેલી હોય તો માનસિક રીતે બધા જ આધારો વિના સ્વતંત્ર, મુક્ત જીવી શકાય.

Read More…