Tag Archives: મૌલિકતા

મૌલિકતા

જીવનની પરખ હોય તેમનામાં સહજ રીતે મૌલિકતા હોય છે. જેઓ મૌલિક રીતે ચિંતન કરી શકે છે, તેમને કોઈ બંધન નડતું નથી. એમની દૃષ્ટિ ઊઘડે છે અને વિશાલ બને છે, એટલે ભેદભાવની દીવાલ કદી નડતી નથી. મૌલિક રીતે જીવનારમાં સહજરૂપે શક્તિ અને સ્ફૂર્તિ આવે છે.

અનુકરણ

જીવનમાં ઘણુંખરું આપણે બીજાનું અનુકરણ કર્યા કરતાં હોઈએ છીએ. આપણને એટલી સામાન્ય સમજ પણ નથી કે અનુકરણથી જડતા આવે છે. અનુકરણથી આપણી મૌલિકતા અને સંવેદનશીલતા મૃતઃપ્રાય બને છે.