Tag Archives: વિશ્વાસ

વિશ્વાસ

વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે. જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઈના પર વિશ્વાસ ન આવે. વિશ્વાસ જાગે તો સહજતા આવે, જીવનમાં રિધમ આવે. જીવનમાંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે અને તે ક્ષણિક નહિ, શાશ્વત હોય.

હળવાશ

હકીકતમાં જીવન નિત્ય નૂતન છે, પળે પળે નવીન છે. નિત્ય નૂતન જીવન જીવવાથી  હરેક સમસ્યા ઊકલે છે. સમસ્યા જન્મે અને તરત તેનો ઉકેલ શોધય તો સમસ્યાઓનો બોજ કદી લગે નહીં, અટલે જીવનમાં નિરંતર હળવાશ આવે છે. હાળવશ આવવાથી જીવન ઉપર અખંડ વિશ્વાસ પણ જન્મે છે.

કોઈ પણ આધાર વિના અડીખમ જીવીએ

આપણને શારીરિક-માનસિક દર્દ આવે અને પીડા થાય તો ડૉક્ટર કે વૈદ્યનો આધાર લઈએ છીએ અને દવાનો પણ આધાર લઈએ છીએ. ભય લાગતો હોય ત્યારે કાયદાનો આધાર લઈએ છીએ પણ આધાર સાથે આસક્ત થઈ જવાથી દુઃખ અને ભય જીવનભર રહે છે. કારણ કે આધાર આપણી આદત બની જાય છે. એના સિવાય આપણને ચાલતું નથી અ ડૉક્ટરો કે વકીલો બદલ્યા કરીએ છીએ.

Read More…

શબ્દોને મહત્વ આપશો તો જુદાં પડશું

આપણને પોતાની જાત પર વિશ્વાસ નહિ હોવાથી, બીજાના ઉપર પણ વિશ્વાસ આવતો નથી. આપણી જાત ઉપર વિશ્વાસ આવે તો બધા ઉપર આવે.

કારણ કે આપણે અને બીજા એવું હકીકતમાં છે જ નહિ. બીજો નથી. આપણે સહુ સ્વ-રૂપથી એક જ છીએ.

Read More…

આરંભ કરો, વિશ્વાસ પ્રગટશે

કોઈ પણ સરસ પ્રવૃત્તિનો આરંભ કરવો, એ આપણા હાથની વાત છે. એ માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.

આપણી ભીતર એક અજબની કોઠાસૂઝ હોય છે. આપણે પ્રામાણિકતાપણે આરંભ કરીએ એટલે ભીતરથી આપણને માર્ગદર્શન આપોઆપ મળતું રહેશે. અંદરથી જ બધું ઊગશે અને આરંભ એ જ અંત.

Read More…

ભક્તિ એટલે આંતરિક વિકાસ

કોઈ પણ કામ પોતાનું સમજીને કરવાથી આપણા જીવનમાં એકતા તથા ભક્તિ આવશે.

પોતાનું સમજીને કરવું એટલે સમગ્રભાવે કરવું. એથી આપણો આંતરિક વિકાસ થાય છે. આપણામાં બળ આવે છે. જીવન પ્રત્યે વિશ્ર્વાસ આવે છે. જીવન સંગીતમય બને છે.

Read More…