Tag Archives: શાંતિ

દ્વંદ્વ

દ્વંદ્વોથી પર ગયા વિના કદી સ્વજ્ઞાન થાય નહિ. અવગુણોને વિરોધાભાસી વૃત્તિઓને પોષણ નહિ મળવાથી ધીરે ધીરે વાતાવરણ યોગ્ય અને સ્થિર બનતું જાય છે. આવો અનુભવ સ્વરૂપમાં રહેવાથી થાય છે. ભીતરમાં શાંતિ અને ખામોશી પણ જન્મે છે.

હતાશા

જીવનમાં હતશ, નિરાશાની લાગણીઓ કેમ જન્મે છે ? એનું કારણ આપણી વધુ પડતી સ્વલક્ષી પ્રવ્રુત્તિઓ છે. નિરંતર બાહ્યજીવન જીવી ભૌતિકતામાં જ રસ લઈએ છીએ; પરિણામે આંતરિક શાંતિ અને મુક્તિના અનુભવથી વંચિત રહીએ છીએ.

આંતરસૂઝનો અભાવ

આપણા પોતાના સંતોષ ખાતર બીજાના દોષ કાઢવાથી પ્રશ્નો તથા ફરિયાદો આપણા જીવનમાં વધારે આવે છે. આંતરસૂઝનો અભાવે એકબીજા ઉપર સારા જીવન દરમિયાન બળાપો કાઢતાં રહીએ છીએ અને સત્યથી તેમજ પરમ શાંતિથી સદા વંચિત રહીએ છીએ.

કમળની જેમ અલિપ્ત રહીએ

આ જગત આપણું પ્રતિબિંબ છે. આપણે હસીએ, તો સામેની વ્યક્તિ પણ હસશે. આપણે ગુસ્સે થઈશું, તો સામેથી વધારે ઉગ્ર ગુસ્સાની લાગણી વહેશે. ગાળો દઈશું તો ગાળો ખાવી પડશે.

Read More…