Tag Archives: સલામતી

સલામતી

સમજ એ જ સલામતી. એ સિવાય આ જગતમાં શાંતિ કે સલામતી જેવું કાંઈ જ નથી. આપણી ભીતર જો શાંતિ હશે તો બહાર પણ શાંતિનો અનુભવ થશે. શાંતિ અને સલામતીની શોધ બહાર કરીશું તો એનો અંત આવશે નહિ, સારું જીવન ખર્ચાઈ જશે.

 

ભય

અસલામતીનો ભય એ મોટામાં મોટો ભય છે. શારીરિક સલામતીનું યોગ્ય મહત્વ છે, પણ આપણે મનથી સલામતી શોધીએ છીએ ત્યારે જ વધારે અસલામત થઈએ છીએ. હકીકતમાં, સલામતી કે અસલામતી બાહ્ય છે, શબ્દો છે, દ્વંદ્વ છે, આ સમજ ખીલશે તો ભય કાયમ માટે દૂર થશે.

પડછયો

આપણે ભીતર જેવા હોઈએ એવો પડછયો બહાર પડે છે. આ હકીકત છે. ભીતરથી જ અસલામતી અનુભવિએ તો જીવનમાં ક્યારેય સલામતી લાગે નહિ. ખરેખર સલામતી કે અસલામતી જેવું કાંઈ જ નથી; બંને પડછયા જ છે.

સલામતી ને અસલામતી બન્ને ચિત્તલક્ષી

જ્યારે આપણે સલામતી શોધીએ છીએ ત્યારે અસલામત હોઈએ છીએ. તેથી જ સારું જીવન સલામતી શોધતા રહીએ છીએ અને પછી તો આખું જીવન સલામતી શોધવામાં જ પૂરું થઈ જાય છે. પણ સલામતી મળતી નથી, કેમ ? કારણ કે આ તો આપણી અસમજના લીધે આપણે જાતે વિભાગો પાડ્યા છે. આ સત્ય નથી જ. સાપેક્ષ સત્ય છે, બાહ્ય સત્ય છે.

Read More…