Tag Archives: સેવા

સમગ્રતા

સમગ્રતામાં જીવવું એ જ આપણા જીવનનો સાર છે, એ જ સાચું ધ્યાન છે, સાચું શિક્ષણ છે, સાચી સેવા છે, સાચી આંતરિક યાત્રા છે. આ યાત્રા આખું જીવન ચાલતી રહે છે અને પરિણામે આપણામાં શક્તિ, સ્ફૂર્તિ આવ્યા કરે છે.

સ્વની સેવા

બીજાનો ઉદ્ધાર અને સેવા કરવા આપણે જે ધમપછાડા કરીએ છીએ એમાં કદી સાચી માનસિક તૃપ્તિ મળતી નથી. માણસ પહેલાં પોતાની સેવા કરે તો સ્વરૂપને જોઈ શકે. નહિ તો જીવનભર બીજાઓની સેવા કરવા છતાંય અંતરથી ગરીબડા અને ભિખારી જ રહેવાશે.

સાંભળવું એ સેવા

સત્યને સાંભળીશું તો આપણામાં સંવાદિતા આવશે અને શીતલતાની અનુભૂતિ થશે. તેથી જ સાંભળવું એ સાચી સેવા બની રહે છે. સત્યને સાંભળીશું તો નિર્ભય પણ બનીશું. પછી જીવનમાં કોઈ વ્યક્તિનો કે કશી વાતનો ભય નહિ લાગે. સત્ય અને સેવા પરસ્પર ગૂંથાયેલા છે, એ સમજીએ.

સરળતા આપણું અસલ સ્વરૂપ

આપણે સરળ, નમ્ર, શાંત હોઈએ તો આપણાં જ્ઞાનનો યોગ્ય સમજપૂર્વક ઉપયોગ કરી શકીએ, અને એ સાચી સેવા છે.

આપણું ભીતરનું અસલ સ્વરૂપ અને સ્વભાવ પરમ શાંત અને સરળ જ છે, પણ આપણે ઔપચારિક જીવન જીવીએ છીએ એટલે હંમેશાં ગૂંચવાડાભર્યું અને અશાંત જીવન પસાર કરીએ છીએ. આને માટે આપણે પોતે જ જવાબદાર છીએ. બીજું કોઈ નહીં.

Read More…

સાંભળવું એ સેવા છે

સાંભળવું એ સેવા છે. આપણે બીજાને સાંભળીએ તો શબ્દોથી પર ઉઠાય છે. સામાની વાત હૃદયથી સમજાય છે. એટલે કહેનાર અને સાંભળનાર બન્નેને શાંતિની અનુભૂતિ થાય છે.

Read More…