Tag Archives: સૌંદર્ય

સુગંધ

ખરેખર તો સુગંધ અને સૌંદર્ય એ જીવનનો સ્વભાવ છે. જીવનમાં ક્યાંય કોઈ સૂગ નથી, પણ આપણે અણસમજથી કોઈ વિચાર, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૂગ રાખીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણને જીવનની સુગંધ માણવામાં પણ રસ નથી. આ વાત સમજીશું તો જીવન ખુલ્લું થશે.

સાચી મુક્તિ

આપણે જો જાગતા હોઇએ તો આપણો સ્વભાવ, સ્વ-રૂપ હળવફૂલ ફૂલ જેવાં બની રહે છે અને જીવનમાં સૌંદર્ય સાથે આનંદ ખીલી ઊઠે છે. આ જ સાચી મુક્તિ છે, સ્વતંત્રતા છે અને આમાં જ આપણું ગૌરવ છે.

સૌંદર્ય

જીવનને જ જો યોગ્ય મહત્વ આપીશું તો સૌંદર્ય સ્વયં આવશે. પણ આપણે કશુંક થવા બનવા સતત પ્રયત્નો કર્યા કરીએ છીએ, એટલે આંતરિક રીતે નાના થઈએ છીએ અને પ્રયત્નોમાં સારી શક્તિ ખર્ચાઈ જાય છે.

ભક્તિ એટલે આંતરિક વિકાસ

કોઈ પણ કામ પોતાનું સમજીને કરવાથી આપણા જીવનમાં એકતા તથા ભક્તિ આવશે.

પોતાનું સમજીને કરવું એટલે સમગ્રભાવે કરવું. એથી આપણો આંતરિક વિકાસ થાય છે. આપણામાં બળ આવે છે. જીવન પ્રત્યે વિશ્ર્વાસ આવે છે. જીવન સંગીતમય બને છે.

Read More…